News of Monday, 13th April 2026
પોલીસ પર આવતા જાતજાતના ફોનઃ મારી પાછળ કૂતરા દોડે છે, પત્ની મને તેના હાથથી ખવડાવતી નથી
શું કરીએ અને શું ના કરીએ, પોલીસ માટે એક નવી મુસીબત : ‘હેલો પોલીસ કંટ્રોલ રૂમ...! તમે પોલીસ જલ્દી મોકલો'

અમદાવાદ,તા.૧૩: વિકાસની હરણફાળ ભરી રહેલાં શહેરોમાં એક માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ એવું છે કે જે ૨૪ x ૦૭ નાગરિકોની સુરક્ષા માટે સતત જાગતું અને દોડતું રહે છે. કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ અપાતકાલીન સ્થિતિમાં મદદ માટે પોલીસ કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયેલા છે. જે પહેલાં ડાયલ ૧૦૦ તરીકે ઓળખાતો હતો હવે ૧૧૨ જન રક્ષક તરીકે સેવામાં કાર્યરત છે. ગુજરાત રાજ્યના પાંચ મહા નગરીની વાત કરીએ તો રોજે રોજ હજારોની સંખ્યામાં પોલીસ કંટ્રોલ રૂમમાં સમસ્યાઓ અને અગવડોના ફોન કોલ્સ આવતાં હોય છે. જેમાં ૧૦% જેટલા કોલ્સ ક્રાઈમ અને કાયદો વ્યવસ્થાને લગતાં હોય છે. ૯૦% કોલ્સને લો એન્ડ ઓર્ડર સાથે સંબંધ હોતો નથી આમ છતાં પોલીસ રૂબરૂ સ્થળ ઉપર પહોંચે છે અને ફરિયાદ અથવા સમસ્યાનો ઉકેલ લાવીને રોજર... રોજર...!ની કંટ્રોલ રૂમને જાણકારી પૂરી પાડે છે. જન રક્ષક ૧૧૨ ઉપર મળતાં દરેક ફોન કોલ્સની નોંધ કરવા માટે ગુજરાત પોલીસ સેવા દળ દ્વારા રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે.
હેલો, પોલીસ કંટ્રોલ... સાહેબ મે દુકાનદારને મારું કૂકર રિપેર કરવા માટે આપ્યું હતું જે કૂકર તેમનાથી ખોવાઈ ગયું છે તેની પાસેથી મને બીજું કૂકર અપાવો, આ વર્ધાના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે વળતો રિપ્લાય નોંધાવ્યો હતો કે જૂનું કૂકર રિપેરિગમાં આપ્યું હતું જે દુકાનવાળાથી ખોવાઈ ગયું છે પોલીસે જગ્યા ત્યા પર પર જઈને ફરિયાદીને નવું કૂકર અપાવી દીધેલ છે અને બંને પાર્ટી વચ્ચે સમાધાન થઈ ગયેલ છે. મારી પાછળ કૂતરું પડ્યું છે હું ઘેરાઈ ગયો છું, મારી પત્ની મને તેના હાથથી ખવડાવતી નથી.. તમે પોલીસ મોકલો... ઘણાં આવા પ્રકારના રમૂજી કોલ્સ પણ આવે છે મોટા ભાગના કિસ્સામાં પોલીસ સ્થળ પર પહોંચીને સમસ્યાનો ઉકેલ લાવે છે જયારે જૂજ ૧૦૦ કિસ્સામાં ફોન ઉપર જ કાઉન્સેલિગ કરીને સુખદ અંત લાવતી હોય છે.
આવી દૈવિધા દુવિધાઓના કારણે સાચા અર્થમાં પોલીસનું જે કામ છે તે બાજુ પર રહી જાય છે અને કાયદો અને વ્યવસ્થા સિવાયના બિન જરૂરી કાર્યોનો ઉકેલ લાવવામાં પોલીસનો સમય વેડફાઈ જાય છે. સિરીયસ ક્રાઈમ ઓફેન્સિસના બનાવોમાં ક્યારેક આ વર્ધીઓ પણ કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ મુકવામાં આવતી હોય છે અને વકીલો વચ્ચે દલીલો પણ થાય છે. આ વર્ધીને એવિડન્સ ઍક્ટના કાયદા મુજબ પણ ગ્રાહ્ય ગણવામાં આવે છે. ઘણાં કાઈમ ઓફેન્સિસની ટ્રાયલ વખતે પોલીસ કંટ્રોલ રૂમની વર્ધીઓ મુકદમાને સ્પષ્ટ કરતી હોય છે.
કયા કંટ્રોલરૂમમાં રોજ કેટલા કોલ્સ મળે છે ?
વડોદરા ૨૦૩ કોલ્સ, અમદાવાદ ૬૩૫ કોલ્સ, સુરત ૪૧૦ કોલ્સ, રાજકોટ ૧૩૯ કોલ્સ ભાવનગર ૬૫કોલ્સ તમામ પ્રકારના કોલ્સનો સમાવેશ થાય છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
