<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ચૂંટણીમાં સાસુ-વહુ સામસામે

ડાંગ જિલ્‍લા પંચાયતની સુબીર બેઠક પરથી સાસુ જયનુ બાગુલે કોન્‍ગ્રેસમાંથી તો વહુ પ્રિયંકા કુંવરે BJPમાંથી ભર્યું ફોર્મ : જો ફોર્મ રદ ન થાય કે પાછું ન ખેંચાય તો ડાંગ જિલ્‍લામાં જોવા મળશે સાસુ-વહુ વચ્‍ચે રસાકસીભર્યો ચૂંટણી-જંગ

ડાંગ,તા.૧૩: ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી યોજાવાની છે ત્‍યારે ડાંગ જિલ્‍લા પંચાયતની સુબીર બેઠક પરથી ગઈ કાલે સાસુ અને વહુએ એકબીજાની સામે ઉમેદવારી-ફોર્મ ભરતાં આ બેઠક પર રસપ્રદ ચૂંટણી-જંગનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. સાસુ જયનુ બાગુલે કોન્‍ગ્રેસમાંથી અને વહુ પ્રિયંકા કુંવરે ગ્‍થ્‍ભ્‍માંથી ફોર્મ ભર્યું હતું. 

સુબીર બેઠક પરથી સાસુ-વહુએ અલગ-અલગ રાજકીય પક્ષમાંથી ફોર્મ ભરતાં અચરજ સર્જાયું હતું અને આ ઉમેદવાર કોણ છે એ જાણવા માટે ઉત્‍કંઠા જાગી હતી. જયનુ બાગુલ કે તેમના દીકરાની વહુ પ્રિયંકા કુંવરનું જો ફોર્મ રદ ન થાય કે ફોર્મ પાછું ન ખેંચાય તો ડાંગ જિલ્‍લાની સુબીર બેઠક પર સાસુ અને વહુ વચ્‍ચે રસાકસીભર્યો  ચૂંટણી-જંગ જોવા મળશે.  

જયનુ બાગુલ પાંડરપાડા ગામે રહે છે અને આ ગામનાં તેઓ સરપંચ રહી ચૂક્‍યાં છે. જયનુ બાગુલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં કોન્‍ગ્રેસમાંથી સુબીર બેઠક પરથી ઉમેદવારી કરી છે. આ બેઠક પરથી મારી સામે મારી વહુ પણ ચૂંટણી લડવાની છે એટલે આ ચૂંટણી-જંગમાં મારી લડાઈ મારી વહુ સાથે થવાની છે. આ ચૂંટણી-જંગમાં મારી જીત થશે.'

(10:01 AM IST)