News of Monday, 13th April 2026
અમદાવાદના ઓઢવમાં ‘સૃષ્ટિ કથા' સંપન્ન : આચાર્ય અગ્નિવ્રતે વિજ્ઞાનની ‘બિગ બેંગ' થિયરીને વૈદિક તર્ક સાથે નકારી
વિસ્ફોટ સર્જન નહીં પણ વિનાશનું કારણ છે : વેદ મંત્રોના ધ્વનિ અને ઓમકારના નાદમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હોવાનું પ્રતિપાદન

અમદાવાદ : ઓઢવ સ્થિત આર્ય સમાજ ખાતે ૧૦ થી ૧૨ એપ્રિલ દરમિયાન ‘બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્યો' વિષય પર ત્રણ દિવસીય ‘સળષ્ટિ કથા'નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મંત્રી દિનેશ શાહે મુખ્ય વક્તા આચાર્ય અગ્નિવ્રત અને સહ-વક્તા આચાર્ય વિશાલ આર્યનું પુસ્તક ભેટ આપી સન્માન કર્યું હતું.
બિગ બેંગ થિયરીનું ખંડન અને વૈદિક સિદ્ધાંત : મુખ્ય વક્તા આચાર્ય અગ્નિવ્રતે આધુનિક વિજ્ઞાનની ‘બિગ બેંગ' થિયરીને નકારતા જણાવ્યું હતું કે, સળષ્ટિ કોઈ અકસ્માત કે વિસ્ફોટથી નથી બની, કારણ કે વિસ્ફોટ હંમેશા વિનાશ લાવે છે. તેમણે તર્ક આપ્યો કે સળષ્ટિ શૂન્યમાંથી નહીં પણ અનંત વોલ્યુમમાંથી સર્જાઈ છે. વેદ મંત્રોની ધ્વનિ દ્વારા સૂક્ષ્મ પદાર્થો સ્પંદિત થઈને આકાશ અને મૂળકણોમાં પરિવર્તિત થયા છે. ઓમકારને સળષ્ટિનો પ્રથમ શબ્દ અને જડ ઉર્જાનું મૂળ કારણ ગણાવ્યું હતું.
ટેકનોલોજી અને વિનાશની ચેતવણી : તેમણે ‘કાલ' (સમય)ને પરમાત્મા અને જડ પદાર્થ વચ્ચેનું માધ્યમ ગણાવતા ચેતવણી આપી હતી કે, જો આધુનિક ટેકનોલોજી સળષ્ટિના કુદરતી નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તે માનવજાત માટે આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થશે. પરોપકારની પ્રેરણા સૂર્ય અને ચંદ્ર જેવા કુદરતી તત્વો પાસેથી લેવા તેમણે ભાર મૂકયો હતો.
યુવા પેઢીને સંશોધન માટે આહ્વાન : આચાર્ય વિશાલ આર્યએ પ્રેઝન્ટેશન દ્વારા વેદ મંત્રો અને છંદોની સળષ્ટિ પર થતી અસરો સમજાવી હતી. અંતમાં, આચાર્ય અગ્નિવ્રતે ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓ અને સંશોધકોને વૈદિક વિજ્ઞાન પર ઊંડાણપૂર્વક સંશોધન કરવા અપીલ કરી હતી અને રસ ધરાવતા લોકો માટે સંપર્ક નંબર ૯૮૨૯૧૪૮૪૦૦ જાહેર કર્યો હતો. ‘કળણ્વંતો વિશ્વમાર્યમ'ના ઉદ્ધોષ સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
