<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ:અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું

સૌથી વધુ ગરમી રાજકોટમાં પારો 41.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો:અમદાવાદમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું:ભૂજ, કંડલા, વડોદરા અને ગાંધીનગરમાં પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ

અમદાવાદ :રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ છે, જ્યાં પારો 41.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભૂજ, કંડલા, વડોદરા અને ગાંધીનગરમાં પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું છે, જેના કારણે લોકો ભારે ગરમીથી પરેશાન જોવા મળ્યા છે.

હવામાન વિભાગના આંકડા મુજબ ડીસામાં 39.8 ડિગ્રી, નલિયામાં 39.4 ડિગ્રી, ડાંગમાં 39.0 ડિગ્રી, સુરતમાં અને ભાવનગરમાં 38.9 ડિગ્રી જ્યારે પોરબંદરમાં 38.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સતત વધતી ગરમીને કારણે બપોરના સમયમાં રસ્તાઓ પર અવરજવર ઓછી જોવા મળી રહી છે અને લોકોને ખાસ કરીને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

(1:41 PM IST)