<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

સુરતના સચિન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં એક આરોપીનું મોત થતાં ચકચાર

વાહન ચોરીના કેસમાં આરોપીની પૂછપરછ ચાલતી હતી :પુરાવાના આધારે તેને ગોધરાથી સુરત લવાયો :હતો કુદરતી હાજતે જવાનું કહી આરોપી ડી-સ્ટાફની કેબિનમાં જઈ ટોયલેટ ક્લિનર એસિડ પી લીધું

સુરતના સચિન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં એક આરોપીનું મોત થતાં ચકચાર મચી છે. વાહન ચોરીના કેસમાં આરોપીની પૂછપરછ ચાલી રહી હતી અને પુરાવાના આધારે તેને ગોધરાથી સુરત લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન કુદરતી હાજતે જવાનું કહી આરોપી ડી-સ્ટાફની કેબિનમાં ગયો હતો, જ્યાં તેણે ટોયલેટ ક્લિનર એસિડ પી લીધું હતું. ગંભીર હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું

 

(1:15 PM IST)