<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે તાપી જિલ્લામાં ગુજરાત-મહારાષ્ટ્રના પોલીસના અધિકારીઓની કાયદો - વ્યવસ્થા જાળવવા અંગે કરવામાં આવી બેઠક

બેઠકમાં આગામી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા

ગુજરાતના તાપી જિલ્લામાં આગામી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી–2026ને અનુલક્ષીને ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તારના પોલીસ અધિકારીઓ સાથે સંયુક્ત બૉર્ડર મિટિંગનું યોજાઇ હતી .નિઝર વિભાગના નાયબ પોલીસ અધીક્ષક આઈ. એન. પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નવાપુર પો.સ્ટે.ના પીઆઈ અભિષેક પાટીલ, સોનગઢ પીઆઈ ડી.વી. ઢોલા, ઉચ્છલ પીઆઈ વી.યુ. પાડવી, પી.એમ. હઠીલા તેમજ પીએસઆઈ વિશાલ સોનવણે અને અભિજિત અહિરે હાજર રહ્યા હતા.
મિટિંગનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદારોને મુક્ત,નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનો હતો.આ માટે બૉર્ડર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા અને આંતરરાજ્ય સંકલન મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
તદુપરાંત, બૉર્ડર ચેકપોસ્ટ પર વાહનોની સઘન ચકાસણી કરવી,શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવી તેમજ દારૂ અને રોકડાની હેરફેર અટકાવવા માટે વ્યૂહરચના ઘડાઈ હતી. બંને રાજ્યની પોલીસ વચ્ચે ઇન્ટેલિજન્સ માહિતીનું સતત આદાન-પ્રદાન થાય તે બાબતે પણ સહમતી સધાઈ હતી.

(2:14 PM IST)