<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

તાપી જિલ્લામાં એક વર્ષથી ફરાર સુરતનો મુનાફ ખાન અહમદઅલી પઠાણ વોન્ટેડ આરોપી ઓટા ચાકડી પરથી એલ સી બી પોલીસે ઝડપાયો

પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા સુરતના વોન્ટેડ આરોપીને સોનગઢના ઓટા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો

તાપી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા સુરતના વોન્ટેડ આરોપીને સોનગઢના ઓટા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે.
ગત તારીખ 14/05/2025 ના રોજ સોનગઢ ચેકપોસ્ટ પાસે થી પોલીસે અમલનેર ગામના એક શખ્શને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
આ કેસની તપાસમાં બહાર આવ્યું હતું કે પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો સુરતના મુનાફ પઠાણ નામના શખ્શે મંગાવ્યો હતો, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આ આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા એક વર્ષથી સતત નાસતો-ફરતો હતો.તાપી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ. ગોહિલ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પો.ઇ.જે.બી. આહિરના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. કે.આર. પટેલ અને તેમની ટીમ સોનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસિકસિંહ અને વિનોદભાઇ ગોકળભાઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મોજે સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી આરોપી મુનાફ ખાન અહમદઅલી પઠાણ (ઉ.વ. 49, રહે. કૉટેજ, જુમ્મા શાહ ટેકરા,આંબાવાડી, સુરત) ને ઝડપી પાડ્યો હતો. સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આ આરોપીને સોનગઢ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.

(2:16 PM IST)