<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ડિટર્જન્‍ટ ઉદ્યોગના ૮૦% લઘુ એકમો બંધ થવાના આરે, હજારો શ્રમિકોની રોજગારી છીનવાશે

કાચા માલમાં તીવ્ર ભાવવધારો તેમજ તીવ્ર અછતને કારણે ડિટર્જન્‍ટ ઉદ્યોગ કટોકટીનો સામનો કરી રહ્યું છે

અમદાવાદ,તા.૧૩: કાચા માલમાં તીવ્ર ભાવવધારો તેમજ તીવ્ર અછતને કારણે ભયંકર કટોકટીનો ડિટર્જન્‍ટ ઉદ્યોગ સામનો કરી રહ્યું છે. ૮૦% લઘુ ઉદ્યોગો બંધ તથા હજારો શ્રમિકો બેરોજગાર થઈ રહ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાતમાં આશરે ૮૦૦ મધ્‍યમ તેમજ લઘુઉદ્યોગ કક્ષાના ડીટર્જન્‍ટ સાબુ પાવડર ઉત્‍પાદન કરતી ફેક્‍ટરીઓ આવેલ છે. આ ઉદ્યોગમાં ૨૫ થી ૩૦ હજાર શ્રમિકો કામ કરી પોતાની રોજીરોટી મેળવે છે.

ગુજરાતમાં ડિટર્જન્‍ટ અને સાબુ ઉદ્યોગ હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એસિડ સ્‍લરીના કાચા માલના ભાવોમાં ૩૦૦% સુધીનો તોતિગ વધારો અને સર્જાયેલી કૃત્રિમ અછતને કારણે આ ઉદ્યોગ પર અસ્‍તિત્‍વનું સંકટ ઊભું થયું છે. ગુજરાતમાં સાબુ અને ડિટર્જન્‍ટ પાવડર બનાવતી આશરે ૮૦૦થી ૮૫૦ જેટલી મધ્‍યમ તેમજ લઘુ ઉદ્યોગ (MSME) કક્ષાની સ્‍થાનિક ફેક્‍ટરીઓ આવેલી છે, જેની સાથે ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ શ્રમિક પરિવારોની રોજીરોટી જોડાયેલી છે.

અત્‍યારની ગંભીર પરિસ્‍થિતિને કારણે ૮૦% થી ૯૦% જેટલા એકમો બંધ થઈ ગયા છે, પરિણામે ૧૫ થી ૨૦ હજાર શ્રમિકો બેરોજગાર બનીને પાયમાલ થઈ રહ્યા છે. ગુજરાતના ડિટર્જન્‍ટ ઉદ્યોગ પર સર્જાયેલી અભૂતપૂર્વ કટોકટી અંગે ગુજરાત સ્‍મોલ સ્‍કેલ ડિટર્જન્‍ટ મેન્‍યુફેક્‍ચરર્સ એસોસિએશનના ચેરમેન નરેશ જૈન, સેક્રેટરી દીપકભાઈ સુતરિયા, જોઈન્‍ટ સેક્રેટરી હિતેશ પિત્રોડા, કમિટી મેમ્‍બર નીરજભાઈ તેમજ સોપ એન્‍ડ ડિટર્જન્‍ટ એસોસિએશન ગુજરાતના ચેરમેન રમેશભાઈ સુદેશા અને સેક્રેટરી હેમાંગભાઈ પટેલે માહિતી આપી હતી.

 ડિટર્જન્‍ટ ઉદ્યોગમાં વપરાતો મુખ્‍ય કાચો માલ એસિડ સ્‍લરી (LABSA) ના ઉત્‍પાદકોએ હાલની વૈશ્વિક યુદ્ધની પરિસ્‍થિતિનો ગેરલાભ લઈ કૃત્રિમ અછત ઊભી કરી છે. જે કાચા માલનો ભાવ ઓક્‍ટોબર-નવેમ્‍બરમાં ૧૦૫ રૂપિયા હતો, તે અત્‍યારે સ્‍થાનિક એકમો માટે વધીને ૩૦૦ રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત અન્‍ય કેમિકલ અને પેકિગ મટીરિયલ્‍સમાં પણ અસહ્ય ભાવવધારો થયો છે. સાબુના જે પેકિગની કિમત પહેલા ૩૬ રૂપિયા હતી, તે હવે વધીને ૭૦ રૂપિયા થઈ ગઈ છે.

ડિટર્જન્‍ટ ઉદ્યોગના સંગઠનો સરકારને નમ્ર અપીલ કરાઈ છે કે જો પ્‍લ્‍પ્‍ચ્‍ એકમો માટે કાચા માલમાં ૨૦% થી ૩૦%  જેટલો ક્‍વોટા નક્કી કરી આપવામાં આવે, તો આ ઉદ્યોગને નવજીવન મળી શકે છે. જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો હજારો શ્રમિકોની દિવાળી અંધકારમય બની જશે.

(3:58 PM IST)