News of Monday, 13th April 2026
‘આપ' એ ૬ હજાર લડવૈયાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા : ભાજપ ષડયંત્ર કરશે : ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટી દ્વારા ‘હવે બહુ થયુ બદલીને રહીશુ' અભિયાનનો પ્રારંભ

રાજકોટ, તા.૧૩: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આ વખતે પહેલી વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી મજબૂતાઈથી લડી રહી છે અને લગભગ ૬ હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જે ગુજરાતની જનતા માટે લડવા નિકળ્યા છે. આ લડવૈયાઓને તેમની જીત માટે તેમણે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે આજે આમ આદમી પાર્ટી દ્વારા મેગા પ્રચાર કેમ્પેન પણ લોન્ચ કરવામાં આવી રહ્યું છે અને હવે ‘બહુ થયું, બદલીને રહીશુ'ના સંકલ્પ સાથે આગળ વધવામાં આવશે. આમ આદમી પાર્ટીએ સામાન્ય જનતામાંથી ઉમેદવારો ઉભા કર્યા છે અને મોટી સંખ્યામાં લોકો આ લડાઈમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો કે અત્યાર સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ અને ઉમેદવારો જ્યારે ફોર્મ ભરવા જાય છે ત્યારે ખોટી એફઆઈઆર કરીને તેમને જેલમાં નાખવામાં આવે છે અને અનેક ષડયંત્રો રચાઈ રહ્યા છે. હવે ઉમેદવારોના નામાંકન રદ કરવા માટે પણ પ્રયાસો થઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ગુજરાતની જનતાને અપીલ કરી કે આ લડાઈ જનતાની લડાઈ છે અને આમ આદમી પાર્ટી માત્ર એક માધ્યમ છે. ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં પાર્ટી ડરવાની કે ઝુકવાની નથી. તેમણે જનતાને મતદાનના દિવસે જાતિ-ધર્મ ભૂલીને ‘ઝાડૂ'ના નિશાન પર મતદાન કરવાની વિનંતી કરી અને કહ્યું કે જ્યારે જનતા એકજુટ થાય છે ત્યારે કોઈપણ ષડયંત્ર સફળ થતું નથી.(
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
