<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ગુજરાત યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટરે વધારાના 34 કરોડ માંગતા વિદ્યાર્થી સંગઠનો દ્વારા હોબાળો:EC મેમ્બરોએ વિરોધ કર્યો

કુલપતિ હાજર ના રહેતા રામધુન બોલાવી વિરોધ કર્યો :સમીર શુકલાની ઓક્ટ્રસ કંપનીને વધારાના 34 કરોડ આપવા દરખાસ્ત લવાઈ:કંપનીને L1 તરીકે કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં 34 કરોડ વધુ ખર્ચી નાખ્યા

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટરે વધારાના 34 કરોડ માંગતા વિદ્યાર્થી સંગઠનોએ હોબાળો મચાવ્યો છે.  EC બેઠકમાં ઓક્ટ્રસ કંપનીને એક્સ્ટ્રા એક્સેસ આપવા પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. 34 કરોડ વધારાના આપી દેવાને લઈ EC મેમ્બરોએ વિરોધ કર્યો હતો. ABVP કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી કુલપતિ કચેરીમાં હોબાળો મચાવ્યો હતો કુલપતિ હાજર ના રહેતા રામધુન બોલાવી વિરોધ કર્યો હતો 

    સમીર શુકલાની ઓક્ટ્રસ કંપનીને વધારાના 34 કરોડ આપવા દરખાસ્ત લવાઈ હતી કંપનીને L1 તરીકે કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં 34 કરોડ વધુ ખર્ચી નાખ્યા હતા. 34 કરોડનો આંકડો માત્ર બે બાંધકામ કમિટીનો જ છે. જો છેલ્લા ત્રણ વર્ષના વધારાના ખર્ચના આંકડા તપાસવામાં આવે તો આંકડો કરોડોના જઈ શકે છે.

  ABVP એ માંગ કરી છે કે L1 ટેન્ડર અપાયું હોવાથી વધારાનો ખર્ચ આપવાનો ના રહે. ઓક્ટ્રસ કંપનીને વધારાના 34 કરોડ ના આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલે કબૂલાત કરી છે કે, વધારાના ખર્ચ પેટે ઓક્ટ્રસ કંપનીને રૂપિયા આપવા દરખાસ્ત આવી હતી, પરંતુ ગુજરાત યુનિએ વધારાનો ખર્ચ નહીં આપવા નિર્ણય લીધો છે. ા

(6:24 PM IST)