<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલ ચાર દિવસના રિમાન્ડ પર સોંપાયા

વર્ષ 2022 માં બોપલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો: ખોટી વારસાઈ કરી પોતાના નામે જમીન પચાવી પાડી હતી

અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ગ્રામ્ય LCB ટીમે ધરપકડ કરી હતી. ગ્રામ્ય LCB ની ટીમે દશરથ પટેલની શ્રીનાથજી ખાતેથી ધરપકડ કરીને પોલીસ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મજૂર કર્યા છે. બોપલ ગોધાવી ગામની પૂજારીની બોગસ વારસાઈ કરી જમીન પચાવી પાડવાનો કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2022 માં બોપલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો,ખોટી વારસાઈ કરી પોતાના નામે જમીન પચાવી પાડી હતી. આ કેસમાં બિલ્ડર દશરથ પટેલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(7:04 PM IST)