<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

અમદાવાદના વેજલપુર સ્થિત શ્રીનંદ સિટીમાં યુવતીના જન્મદિવસની ઉજવણીમાં દારૂની મહેફિલ માણતા 10 યુવક-યુવતીઓને ઝડપાયા

વિદેશી દારૂની બોટલો, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળી:પોલીસે અંદાજે 1 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી જાણીતી શ્રીનંદ સિટી સોસાયટીમાં મોડી રાત્રે દારૂની મહેફિલ જામી હોવાની બાતમી મળતા વેજલપુર પોલીસે દરોડો પાડ્યો હતો. 

 

પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રીનંદ સિટીના એક ફ્લેટમાં યુવતીના જન્મદિવસની ઉજવણી માટે મિત્રો ભેગા થયા હતા. જન્મદિવસની પાર્ટીની આડમાં અહીં વિદેશી દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે યુવક-યુવતીઓ દારૂના નશામાં ચૂર જોવા મળ્યા હતા.

 

વેજલપુર પોલીસે આ દરોડા દરમિયાન ફ્લેટમાંથી યુવતીઓ સહિત કુલ 10 લોકોની ધરપકડ કરી છે. પોલીસને ઘટના સ્થળેથી વિદેશી દારૂની બોટલો, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળી આવી છે. પોલીસે અંદાજે 1 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ શખ્સોને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(8:50 PM IST)