<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

યુવાનોને સરકારી નોકરીની તક :પંચાયત વિભાગમાં GPSSB દ્વારા કુલ 200 જગ્યાઓ પર ભરતી જાહેર

જીપીએસએસબી(GPSSB) દ્વારા એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ), વર્ગ-3ની કુલ 200 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે

ગુજરાતના યુવાનો જે સરકરી નોકરીની તૈયારી કરે છે તેમના માટે સારા સમાચાર આવ્યા છે. કેમ કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગમાં વર્ગ-3ની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં જીપીએસએસબી(GPSSB) દ્વારા એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ), વર્ગ-3ની કુલ 200 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. 

 વર્તમાન સમયમાં જો આચાર સંહિતા લાગુ હોય, તો પણ આ ભરતી પ્રક્રિયાને તેની અસર થશે નહીં. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એક સ્વાયત્ત સંસ્થા હોવાથી તેને આ કામગીરી માટે કોઈ વિશેષ મંજૂરીની જરૂર રહેતી નથી. જોકે, મંડળે સ્પષ્ટતા કરી છે કે જરૂરિયાત મુજબ જગ્યાઓની સંખ્યામાં ભવિષ્યમાં ફેરફાર થઈ શકે છે. 

આ ભરતીમાં મેરિટ અને સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી કે ડિપ્લોમા ધરાવતા યુવાનો માટે પંચાયત વિભાગમાં જોડાવાનો સારો મોકો છે. જેમાં છેલ્લી ઘડીએ સાઈટ પર ટ્રાફિક પરેશાન કરી શકે છે આથી વહેલી તકે ઓનલાઇન ફોર્મ ભરી દો.

 

 

(8:58 PM IST)