<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં 76 બેઠકો ઉપર 204 ફોર્મ અમાન્ય રહ્યા જયારે 269 ફોર્મ માન્ય

કોર્પોરેશનના વોર્ડ નંબર 1, 2 અને 3માં 37 ફોર્મ અમાન્ય જાહેર કરાયા જ્યારે 44 ફોર્મ માન્ય જાહેર: વોર્ડ નંબર 4, 5 અને 6માં 35 ફોર્મ અમાન્ય અને 40 ફોર્મ માન્ય થયા

વડોદરા : ફોર્મ ચકાસણીના આજના દિવસે વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર 1, 2 અને 3માં 37 ફોર્મ અમાન્ય જાહેર કરાયા હતા જ્યારે 44 ફોર્મ માન્ય જાહેર થયા હતા. વોર્ડ નંબર 4, 5 અને 6માં 35 ફોર્મ અમાન્ય અને 40 ફોર્મ માન્ય થયા હતા તો વોર્ડ નંબર 7,8 અને 9માં 39 ફોર્મ અમાન્ય અને 40 ફોર્મ માન્ય જાહેર થયા હતા. વોર્ડ નંબર 10, 11 અને 12માં 22 ફોર્મ અમાન્ય અને 45 ફોર્મ માન્ય જાહેર કરાયા હતા. વોર્ડ નંબર 13, 14 અને 15માં 28 ફોર્મ માન્ય અને 42 ફોર્મ અમાન્ય રહ્યા હતા તો વોર્ડ નંબર 16, 17, 18 અને 19માં 43 ફોર્મ અમાન્ય અને 58 ફોર્મ માન્ય રહ્યા હતા. કુલ 76 બેઠકો ઉપર 204 ફોર્મ અમાન્ય અને 269 ફોર્મ માન્ય રહ્યા હતા. 

(12:35 AM IST)