<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધીનગરમાં લોકભવન ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરને અર્પણ કરી ભાવભીની પુષ્પાંજલિ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જોડાયા

ગુજરાતની મુલાકાત દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય બંધારણના શિલ્પીને શ્રદ્ધાંજલિ અર્પણ : કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ કાર્યક્રમ સંપન્ન

ગાંધીનગર તા.૧૪ : ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન લોકભવન ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પોટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

 

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારત રત્ન ડૉ. આંબેડકરના પોટ્રેટને પુષ્પ અર્પણ કર્યા હતા.

(11:28 AM IST)