News of Tuesday, 14th April 2026
સુરત જિલ્લામાં કામરેજમાં ચૂંટણી પહેલા કામરેજ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ કરાયું
કામરેજ પોલીસ મથકના પીઆઇ અને પીએસ આઈ સહીત પોલીસકર્મીઓ 7 કિમી પોલીસકર્મીઓ ચાલ્યા, 25 વાહન ડિટેઈન કર્યા, 30ને દંડ ફટકાર્યો

સુરત જિલ્લાના કામરેજ તાલુકા વિસ્તારમાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન કાર્યવાહી હાથ ધરી છે. કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. ગોજિયાના નેતૃત્વમાં પોલીસ કાફલાએ કામરેજ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. કામરેજ પોલીસે ફિટ ઇન્ડીયા કોન્સેપ લઈને કામરેજ ચાર રસ્તાથી કામરેજ ગામ અને બાપા સીતારામ ચોક સુધીના આશરે 5 થી 7 કિલોમીટરના માર્ગ પર ભૌતોલિક રચના લઈને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.
કામરેજ વિસ્તારમાં 7 ઉચ્ચ અધિકારીઓ સહિત 30 પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.સાથે સાથે પ્રજાલક્ષી સંદેશ પણ કામરેજ પોલીસ આપતી હતી કાયદો વ્યવસ્થા કોઈ તોડશે તો જેલ ભેગા થશો તેવો નિર્દેશ આપિયો હતો સાથે સાથે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે માર્ગો પર આડેધડ પાર્કિંગ અને લારીઓ ઊભી રાખીને ટ્રાફિક સમસ્યા સર્જતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી. કુલ 25 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે 30 વાહનોને સ્થળ પર મેમો આપી દંડ વસૂલવામાં આવ્યો હતો.
સુરત જિલ્લાના કામરેજ તાલુકા વિસ્તારમાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન કાર્યવાહી હાથ ધરી છે. કામરેજ પી.આઈ. આર.બી. ગોજિયાએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણી દરમિયાન શાંતિ જાળવવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, કામરેજ રોડ પર આડેધડ વાહનો પાર્ક કરનારા અને પાથરણાં કે લારીઓ દ્વારા રસ્તો રોકનારાઓ સામે ભવિષ્યમાં ગુના પણ દાખલ કરવામાં આવશે. આ પ્રકારનું ફૂટ પેટ્રોલિંગ હવે દરરોજ ચાલુ રહેશે.
કામરેજ પોલીસની આ કડક કાર્યવાહીથી માર્ગો પર દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, જિલ્લાના સામાન્ય નાગરિકોએ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળતા રાહત અનુભવી છે
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
