<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

પિતાના અનૈતિક સંબંધમાં પુત્ર જ કાળ બન્યો:સુરતના ઓલપાડના કુડસદમાં પિતાને માથામાં બોથડ પદાર્થ મારતા મોત: ફરાર પુત્રને પોલીસે દબોચી લીધો

અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધો હોવાથી પરિવારમાં લાંબા સમયથી કંકાસ ચાલતો હતો

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામમાં કાળજાને કંપાવી દે તેવી ઘટના બની છે. પિતાના અનૈતિક સંબંધોના કારણે ચાલી રહેલા પારિવારિક વિવાદમાં આવેશમાં આવેલા પુત્રએ જ પોતાના પિતાની હત્યા કરી નાખી છે. પુત્રએ પિતાના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના દિવસોમાં જ ફરાર પુત્રની પોલીસે ધરપકડ કરી લીધી છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામમાં રહેતા સોમનાથ રેડીના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધો હોવાથી પરિવારમાં લાંબા સમયથી કંકાસ ચાલતો હતો. પુત્ર રાજા કિશોર રેડી આ બાબતથી અત્યંત નારાજ અને રોષમાં હતો. ઘટનાના દિવસે પિતા અને પુત્ર વચ્ચે આ મુદ્દે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યો હતો કે આવેશમાં આવી ગયેલા રાજાએ સોમનાથ રેડી પર બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાના કારણે સોમનાથ રેડી લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

(1:20 PM IST)