News of Tuesday, 21st April 2026
ગુજરાત ATS ની મોટી કાર્યવાહી : પાટણ અને મુંબઈથી બે ઝડપાયા
બંને શખ્સો ઓનલાઈન નેટવર્ક દ્વારા કટ્ટરપંથી વિચારધારા ફેલાવવા અને 'ગઝવા-એ-હિંદ' સ્થાપિત કરવાના ઈરાદે દેશવિરોધી કાવતરું ઘડી રહ્યા હોવાનો આરોપ

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી ષડયંત્રના આરોપમાં પાટણ અને મુંબઈથી કુલ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી ઈરફાન કલેખાન પઠાણ ( ઉ.વ. 22) પાટણ જિલ્લાના સિદ્ધપુરનો રહેવાસી.છે જયારે મુરશીદ ઝાહિદ અખ્તર શેખ ( ઉ.વ.21 ) મુંબઈના સાકીનાકા વિસ્તારનો રહેવાસી છે
આ બંને શખ્સો ઓનલાઈન નેટવર્ક દ્વારા કટ્ટરપંથી વિચારધારા ફેલાવવા અને 'ગઝવા-એ-હિંદ' સ્થાપિત કરવાના ઈરાદે દેશવિરોધી કાવતરું ઘડી રહ્યા હોવાનો આરોપ છે.
ગુજરાત ATS દ્વારા સોશિયલ મીડિયા પર સતત દેખરેખ દરમિયાન આ શખ્સોની શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ આરએસએસ (RSS) ના નેતાઓ વિરુદ્ધ ભડકાઉ પોસ્ટ મૂકતા હતા અને ધાર્મિક વિચારધારાના ઓઠા હેઠળ સમાન વિચારધારા ધરાવતા લોકોનું જૂથ બનાવી અશાંતિ ફેલાવવાનું આયોજન કરી રહ્યા હતા.પોલીસે તેઓની પાસેથી વાંધાજનક ડિજિટલ સામગ્રી અને સાહિત્ય પણ જપ્ત કર્યું છે
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
