<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

મિનિસ્‍ટરી ઓફ ડીફેન્‍સ સામેનો ૧૫ કરોડનો દાવો નામંજૂર થયો

ટોચના અધિકારી દ્વારા કેન્‍દ્ર સરકાર સામે અધધ રકમનો દાવો વર્ષો પછી થયો હતો... : સેજપાલ એસિડિએટેડની તર્કબદ્ધ દલીલોઃ અમદાવાદ સિટી સિવિલ અદાલત દ્વારા ચુકાદો..

રાજકોટ, તા.૨૧: એક સમયના ટોચના અધિકારી દ્વારા કેન્‍દ્રના રક્ષા મંત્રાલય વિરુદ્ધ થયેલ રૂપિયા ૧૫ કરોડનો દાવો અમદાવાદની સિટી સિવિલ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્‍યો છે.

જેમની સામે ચોક્કસ પ્રકારના  કહેવાતા આરોપ હતા, તેની સમગ્ર હકીકત સેજપાલ એસોસિએટેડની યાદી મુજબ આ પ્રકારની વિગતો છે.

કેન્‍દ્ર સરકારના સિવિલિયન ગેઝેટેડ ઓફિસર દ્વારા મિનિસ્‍ટ્રી ઓફ ડિફેન્‍સ એટલે કે કેન્‍દ્ર સરકાર સામે રૂ.૧૫ કરોડનો દાવો કરવામાં આવેલ હતો તે સીટી સિવિલ કોર્ટ અમદાવાદ દ્વારા રદ કરવામાં આવેલ છે. ડો. પ્રસાદ જેઓ કાયદા ક્ષેત્રમાં પી.એચ.ડી જેવી ઉચ્‍ચ ડિગ્રીઓ ધરાવે છે તેઓને ૧૯૬૩ માં સિવિલિયન ગેઝેટેડ ઓફિસર તરીકે મિલિટરી લેન્‍ડસ એન્‍ડ કન્‍ટોનમેન્‍ટ સર્વિસ માં નિમણૂક કરવામાં આવેલ હતા. ત્‍યારબાદ સને ૧૯૮૪ માં ગેરકાયદેસરના કળત્‍યો કરવા બદલ ફરજ મુક્‍ત કરવામાં આવેલ હતા. જેમાં લેફ્‌ટનન્‍ટ કર્નલની ખોટી સહીઓ કરવી તેમજ પત્‍નીના નામે ખોટી રીતે લોન લેવા બદલ ના તહોમત મૂકવામાં આવેલ હતા. ત્‍યારબાદ આર્મી ની પોલીસ મારફતે તેમને સરકારી ક્‍વાર્ટર માંથી દૂર કરવામાં આવેલ હતા. આ તમામ આક્ષેપો સંદર્ભે સેન્‍ટ્રલ વિજિલન્‍સ કમિશન દ્વારા ઇન્‍કવાયરી કરવામાં આવેલ હતી. ત્‍યારબાદ સન ૧૯૮૩ થી આ ફરજ મુકત અધિકારી દ્વારા જુદી જુદી કોર્ટમાં દાવાઓ કરવામાં આવેલ અને તે રીતે ૧૯૮૩ થી ચાલતો આવેલ સીલસીલો હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ સુધી ચાલતો આવેલ અને ત્‍યારબાદ ફરીથી એક દાવો રૂપિયા ૧૫ કરોડની નુકસાની વસૂલ કરવા અમદાવાદની સીટી સિવિલ કોર્ટમાં કરવામાં આવેલ હતો જેમાં યુનિયન ઓફ ઇન્‍ડિયા, મિનિસ્‍ટ્રી ઓફ ડિફેન્‍સ, ડાયરેક્‍ટર જનરલ તેમજ જે તે સમયના અધિકારીઓને પ્રતિવાદી તરીકે જોડેલા.

 આ દાવામાં એવા આક્ષેપ કરેલ હતા કે સી.બી.આઇ, વિજિલન્‍સ તથા કોઈપણ જાતની તપાસમાં આક્ષેપના અનુસંધાને કોઈપણ જાતના પુરાવા મળી આવેલ નથી અને તદ્દન ગેરકાયદેસર અને ખોટી રીતે તેમને ફરજ મુક્‍ત કરવામાં આવેલ હતા. તેમજ તેમના પત્‍ની અને બાળકોને આર્મી પોલીસ દ્વારા ખૂબ જ ત્રાસ આપવામાં આવેલ હતો. જેથી તેમનો પગાર વ્‍યાજ તથા પેન્‍શન એમ કુલ મળી રૂપિયા ૧૫ કરોડ રૂપિયાની માંગણી દાવામાં કરેલ હતી.

જેમાં પ્રતિવાદી તરીકે સેજપાલ એસોસિએટસ એડવોકેટ દ્વારા વિવિધ કાયદાઓના સિદ્ધાંતો મુજબ દાવો ચાલવા પાત્ર ન હોઈ તે રદ કરવા માંગણી કરેલ હતી. મુખ્‍યત્‍વે દાવો સમય મર્યાદા બહારનો છે તેમજ આવો દાવો લાવવા વાદીને કોઈ હકક કે અધિકાર પહોંચતો નથી વળી દાવાની વિષયવસ્‍તુઓ અંગે ગુણદોષ ઉપર પહેલેથી જ નિર્ણય થઈ ચૂકેલ છે જેથી હવે આવો દાવો ચાલવા પાત્ર રહેતો નથી. કોર્ટ દ્વારા પ્રતિવાદીઓની દલીલ માન્‍ય રાખીને તેમજ રજૂ કરવામાં આવેલ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્‍યાને લઈ દીવાની કાર્ય સહિતાના ઓર્ડર ૭ રુલ ૧૧ મુજબ દાવા અરજી નામંજૂર કરેલ છે.

(2:11 PM IST)