તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
ગાંધીનગરના બાસણ ગામમાં ઘાસ કાપવાના થ્રેસરમાં હાથ ફસાઈ જતાં યુવકને ગંભીર ઇજા : અંગૂઠો અને એક આંગળી કપાઈ ગઈ
ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કાળજીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી યુવકનો હાથ થ્રેસરમાંથી બહાર કાઢ્યો

ગાંધીનગર જિલ્લાના બાસણ ગામમાં ઘાસ કાપવાના થ્રેસરમાં હાથ ફસાઈ જતાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત દરમિયાન યુવકનો અંગૂઠો અને એક આંગળી કપાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાળજીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી યુવકનો હાથ થ્રેસરમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ઘાયલ યુવકને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી, જોકે યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
