<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

વિરમગામની હાંસલપુર ચોકડી પાસેથી ટ્રેલરમાં છુપાવેલો 47 લાખનો દારૂ ઝડપાયો: એક આરોપીની ધરપકડ

ગેરકાયદેસર હેરાફેરી મામલે સ્થાનિક પોલીસ કડક એક્શન મોડમાં: આ નેટવર્કમાં સામેલ અન્ય ફરાર ગુનેગારોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા

વિરમગામ રૂરલ પોલીસને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે એક મોટી સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે હાંસલપુર ચોકડી પાસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ ટ્રેલરને અટકાવ્યું હતું, જેમાંથી અંદાજિત ₹૪૭ લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. ગેરકાયદેસર હેરાફેરીના આ મામલે સ્થાનિક પોલીસ કડક એક્શન મોડમાં જોવા મળી રહી છે અને ઘટનાસ્થળેથી રાજસ્થાનના એક શાતિર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે આ નેટવર્કમાં સામેલ અન્ય ફરાર ગુનેગારોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(7:17 PM IST)