News of Friday, 5th June 2026
વાવ-થરાદના કોતરવાડા ગામ પાસે યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો
યુવકે કોતરવાડા પુલ પાસે પોતાનું બાઈક મૂકીને કેનાલમાં મોતની છલાંગ લગાવી :રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે તાત્કાલિક ટેલિફોનિક સંપર્ક કરીને ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે દોડાવી

બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં આવેલા કોતરવાડા ગામ પાસે એક યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. યુવકે કોતરવાડા પુલ પાસે પોતાનું બાઈક મૂકીને કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં જ ગુજરાતના રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે તાત્કાલિક ટેલિફોનિક સંપર્ક કરીને ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે દોડાવી હતી. થરાદ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત ઉઠાવીને કેનાલમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે, અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
