<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

વલસાડના ઓરવાડમાં મોટી દુર્ઘટના: શાકમાર્કેટના શોપિંગ સેન્ટરનો સ્લેબ તૂટી પડતાં 3 લોકો દટાયા

માર્કેટનો સ્લેબ પૂર્વે પણ ધરાશાયી થયો હતો: આ બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા

વલસાડના પારડી તાલુકાના ઓરવાડ ગામેથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ઓરવાડ ગામમાં આવેલા શાકભાજી માર્કેટના શોપિંગ સેન્ટરના પ્રથમ માળનો સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના સર્જાતા નીચે ઉભેલા ત્રણ સ્થાનિક નાગરિકો સ્લેબના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ત્રણેય ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ માર્કેટનો સ્લેબ પૂર્વે પણ ધરાશાયી થયો હતો, જેથી આ બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

(11:48 PM IST)