News of Saturday, 6th June 2026
ગાંધીનગરની આયુર્વેદ હોસ્પિટલમાં ઉછેરેલા ઔષધીય રોપાઓનું દર્દીઓને વિતરણ
વૈદ્ય રાકેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ દિનની વિશીષ્ટ ઉજવણી : ગાંધીનગરના સેકટર રર ની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં વૈદ્ય શ્રી રાકેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ દર્દીઓ અને તેના સબંધીઓને ઔષધીય રોપાનું વિતરણ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

ગાંધીનગર, તા. ૬: ‘પર્યાવરણને હરિયાળું બનાવવા સાથે ઔષધીય છોડ વાવીએ, સ્વાસ્થ્ય અને પ્રકળતિ બંનેને બચાવીએ' એવા ઉમદા સંકલ્પ સાથે ‘વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે સેક્ટર-૨૨ સ્થિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની સુરક્ષા સાથે માનવ સ્વાસ્થ્યની સુખાકારીને જોડતા આ કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને વિવિધ આયુર્વેદિક ઔષધીઓના ૧૦૦૦થી વધુ રોપાઓનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલના વૈધ પંચકર્મશ્રી વૈધ રાકેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર સેવાયજ્ઞનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમની વિશેષ વાત એ છે કે, વિતરણ કરવામાં આવેલા તમામ ૧૦૦૦થી વધુ રોપાઓ હોસ્પિટલ સંકુલમાં જ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં રોજિંદા જીવનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વાસ્થ્ય રક્ષા માટે ઉપયોગી એવી ગળો, તુલસી, સરગવો, અરડૂસી, પથ્થરચટ્ટા -પથ્થર ફૂટી તેમજ ગ્રીન ટી જેવા અમૂલ્ય ઔષધીય છોડનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે હોસ્પિટલના તબીબો અને વહીવટી સ્ટાફે નાગરિકોને અપીલ કરી હતી કે, પ્રત્યેક નાગરિક દ્વારા કરવામાં આવેલું એક ઔષધીય છોડનું વાવેતર અને ઉછેર, આગામી સમયમાં સ્વસ્થ અને રોગમુક્ત સમાજ તરફનું એક મજબૂત પગલું સાબિત થશે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
