<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

એસ.ટી વિભાગમાં બમ્‍પર ભરતીઃ હર્ષ સંઘવીએ ટિવટ કરીને કરી જાહેરાત

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્‍યાઃ ૪૩૧૮ કન્‍ડક્‍ટર અને ૪૫૯૯ ડ્રાઈવરની જગ્‍યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે : એસ.ટી. વિભાગમાં કુલ ૮૯૧૭ જેટલી જગ્‍યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

અમદાવાદ, તા.૬: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્‍યા છે. ખરેખર, ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર વિભાગ દ્વારા નિગમમાં ખાલી પડેલી જગ્‍યાઓ ભરવા માટે બમ્‍પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર એસ.ટી. વિભાગમાં કુલ ૮૯૧૭ જેટલી જગ્‍યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જેમાં ખાસ કરીને પરિવહન સેવાના સંચાલન માટે અત્‍યંત આવશ્‍યક એવા ૪૩૧૮ કન્‍ડક્‍ટર અને ૪૫૯૯ ડ્રાઈવરની જગ્‍યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતીથી એસ.ટી. નિગમના માનવબળમાં મોટો વધારો થશે, જેનો સીધો લાભ રાજ્‍યના લાખો મુસાફરોને મળશે.

જેમાં ખાસ કરીને પરિવહન સેવાના સંચાલન માટે અત્‍યંત આવશ્‍યક એવા ૪૩૧૮ કન્‍ડક્‍ટર અને ૪૫૯૯ ડ્રાઈવરની જગ્‍યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતીથી એસ.ટી. નિગમના માનવબળમાં મોટો વધારો થશે, જેનો સીધો લાભ રાજ્‍યના લાખો મુસાફરોને મળશે.

આ નિર્ણય પાછળનો મુખ્‍ય હેતુ રાજ્‍યની પરિવહન સેવાઓને વધુ વ્‍યાપક અને કાર્યક્ષમ બનાવવાનો છે. હાલમાં એસ.ટી. નિગમની બસોમાં દરરોજ અંદાજે ૨૭ લાખ મુસાફરો મુસાફરી કરે છે. રાજ્‍ય સરકારનો આગામી લક્ષ્યાંક આ આંકડાને વધારીને દૈનિક ૩૦ લાખ મુસાફરો સુધી લઈ જવાનો છે. ડ્રાઈવર કંડકટરમાં પગાર પાંચ વર્ષ સુધી ૨૬ હજાર ફીકસ રહેશે, પુરૂષ ડ્રાઈવરને હેવી વાહન ચલાવવાનો ૪ વર્ષનો અનુભવ ફરજીયાત છે.

મુસાફરોની વધતી જતી સંખ્‍યા અને નવી બસોના સંચાલનને પહોંચી વળવા માટે ડ્રાઈવર અને કન્‍ડક્‍ટરની આ નવી નિમણૂક અત્‍યંત અનિવાર્ય ગણવામાં આવી રહી છે. લાંબા સમયથી એસ.ટી. નિગમમાં ભરતીની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે આ સમાચાર મહત્‍વના છે. આ બમ્‍પર ભરતીને કારણે રાજ્‍યના વાહન વ્‍યવહાર માળખામાં નવો -ાણ ફૂંકાશે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્‍તારોમાં બસ સેવાઓ વધુ નિયમિત બનશે.

આ ભરતી પ્રક્રિયા અંગેની વધુ વિગતો અને અરજી કરવાની પદ્ધતિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સરકારના આ મહત્‍વના નિર્ણયથી રોજગારીની નવી તકો ઉભી થશે અને ગુજરાતના મુસાફરોની સુવિધામાં પણ નોંધપાત્ર વધારો થશે. હાલ ભરતી અંગે નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભરતી અંગે એક્‍સ પર ટ્‍વિટ કરીને ભરતી અંગે અવગત કરવામાં આવ્‍યા છે. જેનું નોટિફિકેશન આવનાર દિવસોમાં જાહેર થશે. 

 

(11:51 AM IST)