<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

દિલીપ સંઘાણીને ગૌરવવંતો ‘નાસ ઇન્‍ડસ્‍ટ્રીયટ' એવોર્ડ

રાજકોટ, તા. ૬: અમરેલી જિલ્લાને ગૌરવ અપાવતી અને સમગ્ર દેશની સહકારી પ્રવળત્તિની યશકિર્તી વધારતા ધટનાક્રમમા ભારતની ટોચની સહકારી સંસ્‍થા ઈફકોના ચેરમેન દિલીપ સંધાણીની કળષિ વિકાસ, ખેડૂત કલ્‍યાણ, સહકારી ચળવળ સશક્‍તિકરણ પ્રવળત્તિ, સમર્પણ અને અમૂલ્‍ય યોગદાનના કદરરૂપે નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્‍ચર સાઇન્‍સીસ નો પ્રતિષ્ઠિત ‘નાસ ઇન્‍ડસ્‍ટ્રીયટ એવોર્ડ' એનાયત કરવામા આવતા સમગ્ર જીલ્લામાં ચાહકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્‍ચર સાઇન્‍સીસ ના ૫-જૂનના રોજ સ્‍થાપના દીવસે આયોજીત વાર્ષિ સામાન્‍ય સભામાં એવોર્ડ પ્રદાન કરવામા આવેલ. સંધાણી હાલ અમેરીકાના પ્રવાસે હોઇ, તેમના પ્રતિનિધિ તરીકે ઉપસ્‍થિત અમરેલી જીલ્લા સહકારી ખરીદ-વેચાણ સંધના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા એ એવોર્ડ સ્‍વીકારેલ. આ તકે દેશના ગણમાન્‍ય સહકારી મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:53 AM IST)