News of Saturday, 6th June 2026
નરહરિ અમીનના જન્મદિન નિમિતે વૃક્ષારોપણ, રકતદાન, આરોગ્ય કેમ્પ

રાજકોટ, તા. ૬: નરહરિ અમીન સંસદસભ્ય-રાજ્યસભા અને જનસહાયક ટ્રસ્ટના પ્રમુખના જન્મદિનની ૫ જુને ઉજવણી હીરામણિ સ્કૂલ ખાતે તેમના હીરામણિ પરિવારનાં સભ્યો તેમજ હીરામણિ સાંધ્યજીવન કુટીરનાં વડીલો, શાળાનાં આચાર્યો, શિક્ષકો અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મિશન લાઈફના અભિગમને જોડતા ‘એક પેડ મા કે નામ' સંકલ્પ અભિયાન અંતર્ગત સ્કૂલ કેમ્પસમાં વળક્ષારોપણ કરવામાં આવ્યું અને બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી બ્લડ પ્રોફાઈલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ટ્રસ્ટનાં ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, ટ્રેઝરર શ્રીમતી વિજુલબેન અમીન, સેક્રેટરી આર.સી.પટેલ, જોઈન્ટ સેક્રેટરી પંકજભાઈ દેસાઈ, ગર્વનિંગ બોર્ડના સભ્યો શ્રી પ્રવિણભાઈ અમીન, શ્રી ઘનશ્યામભાઈ અમીન, જયેશભાઈ શાહ, સંજયભાઈ અગ્રવાલ, રિશીભાઈ ટીકમાણી, દેવેન્દ્રભાઈ પટેલ (ચીકાભાઈ), તેજશભાઈ જોષી, આશિષ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, હીરામણિ સ્કૂલ પરિવારના સ્ટાફ, સાંધ્યજીવન કુટીરમાં રહેતા વડીલો વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
