News of Saturday, 6th June 2026
‘એક પેડ માં કે નામ' પર્યાવરણ સંરક્ષણ સાથે માતૃત્વ પ્રત્યે કૃતજ્ઞતા સંકલ્પઃ ડો.હેમાંગ જોષી
યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ દ્વારા કાશ્મીર યુનિવર્સિટીમાં વૃક્ષારોપણ

વડોદરાના સંસદસભ્ય અને ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. હેમાંગ જાષીઍ કાશ્મીર યુનિવર્સિટીના સંકુલમાં વૃક્ષારોપણ કરેલ તે પ્રસંગની તસ્વીર
રાજકોટ, તા. ૬: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ ગઇકાલે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે શ્રીનગર યુનિવર્સીટી ઓફ કાશ્મીરના પ્રતિષ્ઠિત પરિસરમાં ‘એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત વળક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
હાલમાં ડો. હેમાંગ જોશી સંયુક્ત સંસદીય સમિતિના ત્રણ રાજ્યના પ્રવાસ અંતર્ગત તેલંગાણા, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન કાશ્મીર યુનિવર્સિટી ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે ડો. હેમાંગ જોશીએ પોતાની માતા શ્રીમતી પ્રીતિબેન જોશીના નામે લેમન સાઇપ્રસનું રોપ વાવી ‘એક પેડ માં કે નામ' અભિયાનને સાકાર સ્વરૂપ આપ્યું. આ પ્રસંગે તેમણે પર્યાવરણ સંરક્ષણ, હરિત વિકાસ અને આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ નિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો.
ડો. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા પ્રેરિત ‘એક પેડ માં કે નામ' અભિયાન માત્ર પર્યાવરણ સંરક્ષણનો કાર્યક્રમ નથી, પરંતુ માતળત્વ પ્રત્યેની કળતજ્ઞતા વ્યક્ત કરવાનો એક ભાવનાત્મક અને સામાજિક સંકલ્પ પણ છે. દરેક નાગરિક જો પોતાના પરિવારજનોના નામે એક વળક્ષ વાવવાનો સંકલ્પ કરે તો હરિત અને વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
