News of Saturday, 6th June 2026
ગુજરાતમાં ૬થી ૧૧ જૂન દરમિયાન ગરમીનો પારો ૪૨.૫ ડિગ્રી સુધી રહેશેઃ વાતાવરણમાં પલટો આવતા
પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઃજાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી ૧૨-૧૩ જૂને તાપમાન ઘટશે, પશ્ચિમ કિનારે ચોમાસું ૮૮૦ કિમી આગળ વધ્યું: રાજ્યમાં માત્ર ૧% થી ૨૫% વિસ્તારોમાં આઇસોલેટેડ વરસાદની સંભાવના

રાજકોટ : ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ફરી ઊંચકાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગામી ૬થી ૧૩ જૂન સુધીની હવામાનની આગાહી કરતાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ૬થી ૧૧ જૂન દરમિયાન મહત્તમ તાપમાન ૪૦ થી ૪૨.૫ ડિગ્રી વચ્ચે નોંધાવાની શક્યતા છે. જો કે, ત્યારબાદ ૧૨મી અને ૧૩મી જૂને તાપમાનમાં નજીવો ઘટાડો થવાની સંભાવના છે. આ આગાહી સમયગાળા દરમિયાન મુખ્યત્વે દક્ષિણ-પヘમિ દિશાના પવનો ૧૦ થી ૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે અને અમુક દિવસોમાં આઇસોલેટેડ પ્રી-મોન્સૂન એક્ટિવિટી થવાની પૂરેપૂરી શક્યતા છે.
જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર, ગઈકાલે ૫ જૂનના રોજ ગુજરાતના મોટાભાગના ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલની આસપાસ અથવા નોર્મલથી આશરે ૧ ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું. જેમાં અમદાવાદમાં ૪૧.૩, રાજકોટમાં ૪૦.૬, સુરેન્દ્રનગરમાં ૪૦.૪, અમરેલીમાં ૪૦.૧, વડોદરામાં ૩૯.૪ અને ડીસામાં ૩૯.૨ તાપમાન નોંધાયું હતું. હાલમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન ૩૯.૫ થી ૪૦.૫ ડિગ્રી વચ્ચે છે, જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરનું નોર્મલ તાપમાન આશરે ૪૧ ડિગ્રી જેટલું રહે છે.
આગામી ૬થી ૮ જૂન દરમિયાન તાપમાનમાં ૧ ડિગ્રી અને ત્યારબાદ ૯થી ૧૧ જૂન દરમિયાન વધુ ૧ ડિગ્રી નો વધારો થતાં મોટાભાગના કેન્દ્રોમાં ગરમી સામાન્ય કરતાં વધુ રહેશે.
બીજી તરફ, ભારતીય હવામાન વિભાગ (IMD) ના સવારના બુલેટિન મુજબ દક્ષિણ-પヘમિ ચોમાસું ૨૦૨૬માં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસાની ઉત્તર સીમા હાલ પણજીમ, બેંગલુરુ, સેલમ અને પંબન થઈને પસાર થઈ રહી છે. પヘમિ કિનારે ચોમાસું આશરે ૮ અક્ષાંશ ડિગ્રી ઉત્તર તરફ એટલે કે લગભગ ૮૮૦ કિલોમીટર જેટલું આગળ વધ્યું છે. આગામી ૨-૩ દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગોવા અને તમિલનાડુના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે.
જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે વધુમાં સ્પષ્ટતા કરી છે કે, પヘમિ કિનારે ચોમાસાની આ ગતિ આગામી દિવસોમાં પણ આ જ રીતે જળવાઈ રહેશે તેવું જરૂરી નથી. સામાન્ય સ્થિતિમાં ચોમાસું પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશ્યા બાદ જ બાકીના ભાગોમાં આગળ વધે છે, અને આ પ્રક્રિયા સામાન્ય રીતે ૧૪ જૂનથી ૨૮ જૂન વચ્ચે પૂર્ણ થતી હોય છે. આ દરમિયાન ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 'આઇસોલેટેડ' વરસાદની આગાહી છે, જેનો અર્થ એ થાય કે સંબંધિત વિસ્તારના માત્ર ૧% થી ૨૫% ભાગમાં જ છૂટોછવાયો પ્રી-મોન્સૂન વરસાદ થઈ શકે છે. આ આગાહી વરસાદના જથ્થા અંગે કોઈ માહિતી આપતી નથી, પરંતુ માત્ર ૧% વિસ્તારમાં વરસાદ થાય તો પણ આ આગાહી સાચી ઠરશે.(૪૦.૩૭)
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
