<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

કવાટ તાલુકાના તુરખેડા ગામે નદી કિનારે નાવડીમાં લઈ જવાતો લાખોની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો, બુટલેગરોનો નવો કીમિયો આવ્યો સામે, "GOA" માર્કાવાળા બોક્સ અને બોટ સહિત મુદ્દામાલ કબજે

પોલીસની સતર્કતાથી નદી માર્ગે થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સહિતનો જથ્થો જપ્ત, બોટલો પર "GOA" લખેલા બોક્સ મળ્યા, આરોપીઓને પકડવા પોલીસે હાથ ધરી તપાસ, ગુજરાતમાં દારૂબંધી છતાં બુટલેગરો અપનાવી રહ્યા છે નવા નવા રસ્તા

કવાટ તા.૬ : તાલુકાના તુરખેડા ગામે નદી કિનારેથી નાવડી મારફતે લઈ જવામાં આવી રહેલા વિદેશી દારૂના મોટા જથ્થાને પોલીસે સફળ રેડ કરી ઝડપી પાડ્યો છે. બુટલેગરોએ પોલીસથી બચવા માટે નદી માર્ગનો ઉપયોગ કરી દારૂની હેરાફેરીનો નવો કીમિયો અપનાવ્યો હતો, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે તુરખેડા ગામે નદી કિનારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન નાવડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલો, બિયરના ટીન અને "GOA" માર્કાવાળા કાર્ટૂન બોક્સ કબજે કર્યા છે. સાથે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી નાવડી પણ જપ્ત કરવામાં આવી છે

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દારૂ ઘુસાડવા માટે નવા નવા રસ્તા અપનાવી રહ્યા છે. જમીન માર્ગે પોલીસ ચેકિંગ વધતા હવે નદી માર્ગે નાવડીમાં દારૂની હેરાફેરી શરૂ કરી છે. જોકે પોલીસની સતર્કતાથી આ કીમિયો નિષ્ફળ ગયો છે. 

પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. 

ગુજરાત પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલ માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બુટલેગરો સામે લાલ આંખ કરવામાં આવી છે.

(4:48 PM IST)