News of Sunday, 7th June 2026
વલસાડમાં આર્થીક તંગી-દેવાથી કંટાળી ડિલિવરી બોયે 13માં માળેથી લગાવી મોતની છલાંગ
માનસીક તણાવના કારણે માનવે અંતિમ પગલુ ભર્યુઃ પરિવાર ઉપર આભ તુટ્યું

વલસાડઃ આર્થિક તંગી અને દેવાના બોજથી પરેશાન વલસાડના એક યુવાને મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
વલસાડના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
વલસાડના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલી દમણગંગા બિલ્ડિંગના 13મા માળેથી કૂદીને એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવાનની ઓળખ માનવ તરીકે થઈ છે, જે જાણીતી ફૂડ ચેઈન ડોમીનોઝમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવેલા અહેવાલો મુજબ, માનવ પર સતત દેવું વધી રહ્યું હતું અને તે લાંબા સમયથી ગંભીર આર્થિક સકડામણનો સામનો કરી રહ્યો હતો. દેવાના આ અસહ્ય ડર અને માનસિક તણાવને કારણે આખરે હિંમત હારીને તેણે બિલ્ડિંગના 13મા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી.
આ કરુણ ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને કબજે લઈ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. માનવના અકાળ મૃત્યુથી તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે તેના પરિવારમાં હવે માત્ર તેની માતા અને એક બહેન જ બચ્યા છે, જેમણે ઘરના કમાતા દીકરાને હંમેશા માટે ગુમાવી દીધો છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
