News of Sunday, 7th June 2026
યાત્રાધામ ડાકોરમાં ઐતિહાસિક માનવ મહેરામણ ઉમટ્યું :ગળતેશ્વર સંગમ સ્થળે પગ મૂકવાની જગ્યા નથી:ભારે ભીડ
કે ડાકોર તરફ આવતા તમામ મુખ્ય માર્ગો પર ૫ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ:ડાકોર, ઠાસરા, ઉમરેઠ, કપડવંજ અને મહુધા રોડ સહિત કેનાલના રસ્તાઓ પર પણ વાહનોની લાંબી કતારો લાગી

પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે અક્ષર પુરુષોત્તમ માસ અને ઉનાળુ વેકેશનના અંતિમ દિવસના સંયોગને પગલે ભાવિક ભક્તોનું ઐતિહાસિક માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ભીડ એટલી પ્રચંડ છે કે ડાકોર તરફ આવતા તમામ મુખ્ય માર્ગો પર ૫ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, જેના કારણે ડાકોર, ઠાસરા, ઉમરેઠ, કપડવંજ અને મહુધા રોડ સહિત કેનાલના રસ્તાઓ પર પણ વાહનોની લાંબી કતારો લાગી છે. ડાકોર શહેરની ગલીઓ અને નજીકના ગળતેશ્વર સંગમ સ્થળે પણ પગ મૂકવાની જગ્યા નથી. આ અણધારી ભીડ સામે પોલીસ બંદોબસ્ત ઓછો પડતાં વાહનચાલકો અને દર્શનાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
