તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
ગાંધીનગર ના સેક્ટર-૫-એ ખાતે પંચમુખી મહાદેવ મંદિરે અધિક માસ નિમિત્તે રાધા કૃષ્ણ મંડળની બહેનો દ્વારા ભક્તિ આરાધના
બહેનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચન કર્યા બાદ સામૂહિક ભજન, કીર્તન અને ધૂનની રમઝટ

ગાંધીનગર: સેક્ટર નં -૫-એ ખાતે આવેલા પંચમુખી મહાદેવ મંદિરના પવિત્ર પરિસરમાં હાલ ચાલી રહેલા પવિત્ર અધિક માસ (પુરુષોત્તમ માસ) નિમિત્તે રાધાકૃષ્ણ મંડળના પ્રમુખ નિરૂબેન નાયક ના માગૅદશૅન અને સહકારથી ધાર્મિક ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 'રાધા કૃષ્ણ મંડળ' ની બહેનો દ્વારા દરરોજ સવારે વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરવામા આવે છે.તથા વિશેષ ભક્તિ આરાધના, કાંઠાગોરમાનુ પૂજન-અર્ચન અને સત્સંગના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
પવિત્ર પુરુષોત્તમ માસના મહિમાને ધ્યાનમાં રાખીને મંડળની બહેનો મોટી સંખ્યામાં મંદિરે એકત્રિત થઈને ભગવાન ભોલેનાથ અને રાધા-કૃષ્ણની આરાધનામાં લીન બને છે. બહેનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચન કર્યા બાદ સામૂહિક ભજન, કીર્તન અને ધૂનની રમઝટ બોલાવવામાં આવે છે, જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય અને દિવ્ય ઊર્જાથી ગુંજી ઉઠે છે.
આ ભક્તિમય મહોત્સવ અંતર્ગત ભગવાનને વિવિધ પ્રકારના ફળો અને અન્નકૂટનો ભોગ પણ ધરવામાં આવે છે. અધિક માસમાં દાન અને ભક્તિનું સવિશેષ મહત્વ હોવાથી મંડળની બહેનો દ્વારા ધાર્મિક પરંપરાઓનું ઉત્સાહભેર પાલન કરવામાં આવી રહ્યું છે. સેક્ટરના સ્થાનિક શ્રદ્ધાળુઓ પણ આ સત્સંગનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે નિરૂબેન નાયક તથા તારાબેન પટેલ તથા રાધા કૃષ્ણ મંડળની તમામ બહેનો ભારે જહેમત ઉઠાવી રહી છે. તેમજ નિરૂબેન નાયક જણાવ્યા મુજબ આગામી અમાસના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ ગૌ પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
