તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
વિરમગામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રમુખ જનગોષ્ટીનું આયોજન કરવામાં આવ્યું
અધિવક્તા, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો અને સેવાના વિવિધ એન.જી.ઓ. ચલાવતા પ્રમુખ લોકો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર ભારતમાં શતાબ્દી વર્ષ ઉજવી રહ્યો છે. જેના ભાગરૂપે વિરમગામ નગરમાં વિવિધ વ્યવસાયો જેવા કે અધિવક્તા, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો અને સેવાના વિવિધ એન.જી.ઓ. ચલાવતા પ્રમુખ લોકોની પ્રમુખ જનગોષ્ટીનું આયોજન ડીસીએમ કોલેજના સાંસ્કૃતિક હોલમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાણંદ નળકાંઠા વિરમગામ દેત્રોજ માંડલ દસાડા પાટડી વિસ્તારમાંથી કુલ 78 ભાઈઓ અને 33 બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મનસુખભાઈ સભાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના હેતુ સમજાવ્યા અને તેનાથી વર્તમાન સમાજમાં પરિવર્તન પણ જોઈ શકાય છે. આવનારા સમયમાં પંચ પરિવર્તન દ્વારા સમાજમાં પરિવર્તનની વાત કરી અને આ માટે સમાજના તમામ પ્રમુખજનોને રાષ્ટ્રના આ કાર્યમાં યથાશક્તિ સહયોગી બનીને રાષ્ટ્રને શિરમોર બનાવવા માટે આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના માનનીય સંઘચાલકજી ભરતભાઈ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. નાની બાળાઓના તિલકથી શરૂ થયેલ કાર્યક્રમ વંદે માતરમના ગીત સાથે સંપન્ન થયો હતો.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
