<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

મહેસાણાના વિસનગર પંથકમાં બે સગી બહેનો પર દુષ્કર્મ કરનાર નરાધમને ઝડપી લેવાયો

3 વર્ષથી ચાલતા દુષ્કર્મ અને બ્લેક મેઈલિંગ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો

મહેસાણાના વિસનગર તાલુકામાં 3 વર્ષથી ચાલતા દુષ્કર્મ અને બ્લેક મેઈલિંગ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો. સતલાસણાના ભાલુસણાના આરોપી નવીન ચૌધરીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને 3 વર્ષ પહેલા ધમકાવીને કારમાં દુષ્કર્મ આચર્યું અને તેના મોબાઈલમાં અંગત ફોટા પાડી લીધા. તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું. મોટી બહેનના ફોટા બતાવી નાની બહેન સાથે પણ દુષ્કર્મ આચર્યું. અંતે બંને બહેનોએ આરોપી સાથે સંબંધ તોડી નાંખતા નરાધમે તેમના બિભત્સ ફોટા વોટ્સએપ ગ્રૂપમાં વાયરલ કરી દીધા.

ઘટના બાદ પીડિતાઓના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી. જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે નરાધમ આરોપીને પકડી પાડ્યો. પોલીસે તેની પાસેથી કાર અને મોબાઈલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(8:01 PM IST)