તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
અમદાવાદના ગોતામાં રોગચાળો વકરતા મનપા કમિશનર એક્શનમાં : એક જ વિસ્તારની 5થી વધુ ફરિયાદ મળે તો તુરત નીવારવા આદેશ
પ્રશ્ન ઉકેલ્યા બાદ ઈજનેર, આરોગ્ય અને ડ્રેનેજ વિભાગને સ્થળ મુલાકાત કરવા સૂચના અપાઈ છે

અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં રોગચાળો વકર્યા બાદ મનપા કમિશનર એક્શનમાં આવ્યા છે. વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. એક દિવસમાં એક વિસ્તારની 5થી વધુ ફરિયાદ મળે તો 6 કલાકમાં નિવારવા આદેશ કરાયો છે. પ્રશ્ન ઉકેલ્યા બાદ ઈજનેર, આરોગ્ય અને ડ્રેનેજ વિભાગને સ્થળ મુલાકાત કરવા સૂચના અપાઈ છે. દુષિત પાણીની ફરિયાદ આવે તે વિસ્તારમાં ટેન્કરની તાત્કાલિક વ્યવસ્થા કરવી અને પ્રભાવિત વિસ્તારમાં ક્લોરીનની ગોળીઓનો સપ્લાય કરવા તાકીદ કરી છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
