<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

ગુજરાતમાં આગામી 15 જૂન બાદ ગમે ત્યારે સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થઈ જશે

આગામી 7 દિવસ છૂટોછવાયો વરસાદ વરસી શકે :હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે વરસાદની આગાહી કરી

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી 15 જૂન બાદ ગમે ત્યારે સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થઈ જશે. ચોમાસું પહેલાં રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે 7 જૂને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 

   કેરલમથી ચોમાસુ હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂક્યું છે. જ્યારે ગુજરાતમાં હાલ તો છુટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ તાપમાનમાં વધુ કોઈ ફેરફાર નહીં નોંધાય. સાથે જ રાજ્યની આસપાસના આકાશમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની થોડીઘણી અસર જોવા મળી શકે છે. જો કે, આગામી 7 દિવસ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે વરસાદની આગાહી કરી છે.

(9:48 PM IST)