<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

બનાસકાંઠામાં અકસ્માત થયા બાદ બુટલેગરો કાર મૂકી ફરાર :ગાડીમાંથી રૂ.53.81 લાખના પોષડોડા મળ્યા

આગથળા પોલીસે હાલ આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

બનાસકાંઠાના વાવ-થરાદ પંથકની આગથળા પોલીસે દિલધડક ઓપરેશન પાર પાડીને કુલ રૂ. 63.71 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ચિત્રોડા બસ સ્ટેન્ડ નજીક હાઈવે રોડ પર એક મહિન્દ્રા થાર ગાડી નીલગાય સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ગાડીમાં સવાર બુટલેગરો પોલીસ પકડથી બચવા માટે લક્ઝુરિયસ થાર ગાડી ઘટનાસ્થળે જ મૂકીને રફુચક્કર થઈ ગયા હતા. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી અંદાજે 358.78 કિલોગ્રામ પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 53.81 લાખ આંકવામાં આવી છે. આગથળા પોલીસે હાલ આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(10:35 PM IST)