<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

ગુજરાતી ફિલ્મની પ્રતિભાશાળી અભિનેત્રી સુધા ત્રિપાઠીનું અવસાન

લોકપ્રિય ગુજરાતી ફિલ્મ *‘સોરી સાજણા’*માં પોતાના યાદગાર અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન બનાવનાર અભિનેત્રી સુધા ત્રિપાઠીના નિધનથી ગુજરાતી ફિલ્મ જગત, સાથી કલાકારો અને ચાહકોમાં શોકની લાગણી

ગુજરાતી સિનેમા જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘સોરી સાજણા’ માં પોતાના અભિનયથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર પ્રતિભાશાળી અભિનેત્રી સુધા ત્રિપાઠીનું અવસાન થયું છે. . તેમના અવસાનના સમાચાર સામે આવતા જ સમગ્ર ગુજરાતી ફિલ્મ જગત, સાથી કલાકારો અને ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા અને ગાયક વિક્રમ ઠાકોરે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફતે સુધા ત્રિપાઠીના નિધનની માહિતી આપી હતી. તેમણે એક ભાવુક પોસ્ટ શેર કરીને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

વિક્રમ ઠાકોરે લખ્યું હતું કે, “મારી ફિલ્મ સોરી સાજણાની હીરોઇન અને ખૂબ જ સારી અભિનેત્રી સુધા ત્રિપાઠી દેવલોક પામ્યા છે. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે ૐ શાંતિ.”

તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચાહકો અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો

(10:41 PM IST)