તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
વડોદરાના કરજણ પાસે રોડની સાઈડમાં ઉભેલી કારને આઈસર ટેમ્પોએ ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે જ કરૂણમોત
વડોદરાના કરજણ નજીક પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વધુ એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત:એક્સપ્રેસ વે પર સતત બીજા દિવસે અકસ્માતનો સિલસિલો યથાવત

: વડોદરાના કરજણ નજીક પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વધુ એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. એક્સપ્રેસ વે પર સતત બીજા દિવસે અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. કરજણ પાસે રોડની સાઈડમાં ઉભેલી એક કારને પુરપાટ ઝડપે આવી રહેલા આઈસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
