તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
અંકલેશ્વરમાં જર્જરિત ઈમારતોને લઈને તંત્ર એક્શનમાં : ત્રણ મકાનોને ઉતારી લેવાયા :40 જેટલા મકાન માલિકોને નોટીસ
ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ ચાલી રહેલી આ કામગીરી દરમિયાન નાગરિકોને પણ જોખમી ઇમારતોથી દૂર રહેવા અપીલ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ચોમાસા પૂર્વે જર્જરિત ઇમારતોના જોખમને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. શહેરમાં રહેણાંક અને વ્યાવસાયિક મકાનોની સ્થિતિનું સર્વેક્ષણ કર્યા બાદ અતિ જોખમી ગણાયેલા ત્રણ જર્જરિત મકાનોને તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આશરે 40 જેટલા જર્જરિત મકાનોના માલિકોને નોટિસ પાઠવી સમારકામ કરવા અથવા મિલ્કત ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે. ચોમાસા દરમિયાન અકસ્માતો અને જાનહાનિ ટાળવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પાલિકા તંત્રએ જણાવ્યું છે. પાલિકા ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ ચાલી રહેલી આ કામગીરી દરમિયાન નાગરિકોને પણ જોખમી ઇમારતોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
