News of Monday, 8th June 2026
રાષ્ટ્રીય સુરક્ષા સુદ્રઢ કરવા સાગર સુરક્ષા પછી સરહદ સુરક્ષા મિશન ટુ માટે પોલીસ સજ્જ
કચ્છ બોર્ડર વિસ્તારના ગામોમાં તા. ૧૫, ૧૬ જૂને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન મુજબ ૮ સિનિયર અધિકારીઓ રાત્રિ રોકાણ કરી લોકોના મનમાં પડેલી વાતો જાણી રિપોર્ટ તૈયાર કરશે દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનો સાથે પણ સંવાદ કરશેઃ આ મહત્વના રિપોર્ટ આધારે કેન્દ્ર ફૂલ પ્રૂફ યોજના બનાવશે

રાજકોટ, તા.૮: રાષ્ટ્રીય સુરક્ષા સુદ્રઢ બનાવવા માટે સરહદી વિસ્તારના આસપાસના ગામોમાં લોકો સાથે લોકોના મનમાં રહેલી વાત, સમસ્યાઓ, શકમંદ ગતિવિધિઓ જાણવા હાલના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજ્ય કક્ષાના મંત્રી હતા તે સમયે પોતે જાતે સહિત સિનિયર અધિકારીઓ સાથે ટ્રેનના બેસી કરછની મુલાકાત સાથે ફાળવેલ ગામોની ગ્રામ પંચાયતમાં રાત્રિ બેઠક યોજી હતી, ભૂતકાળમાં હાલના લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન પણ આવો પ્રયોગ કરી ચૂકયા છે. ફરી મૂળ સિનિયર IPS ગ્રામજનો સાથે નિખાલસ રીતે તેમના મનમાં પડેલી વાતો જાણી તે અંગે એક રાષ્ટ્રીય સુરક્ષા નીતિ ઘડી કાઢી શકાય તેવો સફળ પ્રયોગ કર્યો પછી આ દિશામાં સરહદી સુરક્ષા પાર્ટ ટૂનો પ્રારંભ બે દિવસ માટે તા. ૧૧, ૧૨ જૂનના રોજ થશે.
રાજ્યના ૮ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આગામી તા. ૧૧ અને ૧૨ જૂને પાકિસ્તાન સરહદને અડીને આવેલા ગુજરાતના ૧૬ બોર્ડર વિલેજની મુલાકાત લેશે. તમામ અધિકારીઓ સ્થાનિક ગ્રામજનોના ઘરે રાત્રિ રોકાણ કરશે.
આ મુલાકાતનો મુખ્ય હેતુ રાજ્યની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોની સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે.
આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત ADGP શ્રી વાબંગ જમીર વાવ-થરાદ જિલ્લાના આસરગામ અને રાછેણા, ADGP શ્રી અજયકુમાર ચૌધરી કચ્છ ઈસ્ટના શિરાનીવાંઢ અને જટાવાડા, IGP શ્રી બિપિન શંકરરાવ આહિરે પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા, DIGP શ્રી એ.એમ. મુનિયા વાવ-થરાદના રાડોસણ અને ગોલપ ગામની મુલાકાત લેશે.
કચ્છ વેસ્ટમાં DIGP શ્રી કે.એન. ડામોર જુના અને દેઢીયા, DIGP ડો. લીના પાટીલ ઉધમો અને પટાગર, ACP શ્રી આર.ટી. સુસરા પુંરાજપુર અને ગુનાઉ તથા DIGP શ્રી સુધા એસ. પાંડે દીનારા અને ભીતારા મોટા ગામોમાં રોકાણ કરશે.
આ બે દિવસીય બોર્ડર વિલેજ વિઝિટ પ્રોગ્રામ ઔપચારિક મુલાકાત નહીં, પરંતુ સરહદ સુરક્ષા અને ગ્રામીણ સમીક્ષા માટેની સઘન કવાયત છે. મુલાકાત દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસશે, દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો સાથે સંવાદ કરશે, રાત્રીસભા યોજશે, ગ્રામજનો સાથે લોકસંવાદ કરી સુરક્ષા અને વિકાસના મુદ્દાઓ અંગે ચર્ચા-સમીક્ષા કરશે. અત્રે એ યાદ રહે કે હાલના ગુજરાતના શણુ વડા અશોક કુમાર યાદવે પણ તેઓ રાજકોટ રેન્જમાં હતા તે સમયે સાગર સુરક્ષા માટે હર્ષભાઈ સંઘવીના સૂચનથી અભિયાન શરૂ કરેલ જેમાં એસપી નીતેશ પાંડે અને પ્રેમસુખ ડેલુ ટીમે ખૂબ અસરકારક કામગીરી કરી હતી.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
