તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
અમદાવાદને દેશના સહુથી સુરક્ષિત શહેરનું બિરુદ અપાવનાર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના શીરે હવે આખા રાજ્યનું સુકાન
રાજ્યના મહત્વના તમામ જીલ્લા, મહત્વની રેન્જો સંભાળનાર આ અનુભવી IPS ને ગુજરાતના મુખ્ય ડીજીપી બનાવવાનો નિર્ણય કેન્દ્રએ ત્રણ વર્ષ અગાઉ લીધેલ, અમદાવાદ સીપી પદે આ માટે જ ખાસ સેન્ટ્રલમાંથી ગુજરાત પરત લાવવામાં આવેલ, ભીતરી કથા... BSF ના ગુજરાત ફ્રન્ટીયરના વડા તરીકે વિશેષ ઓપરેશન કચ્છમાં હાથ ધરી ૧૧ પાકિસ્તાની બોટ સાથે અડધો ડઝન ઘૂસણખોરોને ઝડપી લીધેલ.. પોલીસ સેવાના વિશિષ્ટ સેવા માટે અપાતા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા આ સ્વચ્છ છબી ધરાવતા IPS સારા નરસા લોકોનો ભેદ સમજી કોણ વિશ્વાસ લાયક? કોણ નહિ તે ખૂબ સારી રીતે જાણે છે પોસ્ટિંગ માટે મહદ અંશે લાયકાત, કુંડળી મેળવ્યા બાદ આપવાના આગ્રહી છે.... ગુજરાતના સહુથી મોટા અમદાવાદ ચંડોળા તળાવનું ડિમોલેશન ઓપરેશન હાથ ધર્યુ ત્યારથી જ કેન્દ્રએ તેમને મુખ્ય પોલીસ વડા બનાવવાનો ઢીલમાં પડેલ નિર્ણય ત્વરિત અમલમાં મૂકેલ

રાજકોટઃ ગુજરાત કેડરના ૧૯૯૩ બેચના સિનિયર IPS અધિકારી શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક હાલ અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે છે. મૂળ હરિયાણાના ફરીદાબાદના વતની શ્રી મલિક BHU, વારાણસીથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં http://B.Tech અને ગુજરાત યુનિવર્સિટીમાંથી LLBની ડિગ્રી ધરાવે છે.
કારકિર્દીના મુખ્ય પડાવઃ તાલીમ બાદ ASP ભુજ તરીકે શરૂઆત કરી ૬ જિલ્લા - ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ રૂરલ, ભરૂચ અને કચ્છના SP તરીકે સેવા આપી. બોર્ડર, અમદાવાદ, વડોદરા અને સુરત રેન્જના IG તરીકે પણ ફરજ બજાવી. રાજ્યપાલના ADC, અમદાવાદ DCP ક્રાઈમ, CID ક્રાઈમ, CID ઇન્ટેલિજન્સ, ACB, નશાબંધી અને ગળહ વિભાગમાં સચિવ તરીકે મહત્વની જવાબદારીઓ સંભાળી.
મુખ્ય સિદ્ધિઓઃ - ૨૦૧૪ થી ૨૦૧૮: પોલીસ કોન્સ્ટેબલ ભરતી બોર્ડના ચેરમેન તરીકે ત્રણ વખત નિમણૂક. ૨૪,૦૦૦ પોલીસ કોન્સ્ટેબલની પારદર્શક ભરતી ૧૦ મહિનાથી ઓછા સમયમાં પૂર્ણ કરી. આજે ગુજરાત પોલીસના ૨૦% કર્મચારી તેમના કાર્યકાળમાં ભરતી થયેલા છે.
- BSFમાં ૪ વર્ષઃ ગુજરાત ફ્રન્ટિયરના IG તરીકે કચ્છના હરામી નાળામાં ભારતીય સેના અને વાયુસેનાના સહયોગથી સફળ હેલિબોર્ન ઓપરેશન પાર પાડ્યું. ૧૧ પાકિસ્તાની બોટ જપ્ત અને ૬ ઘૂસણખોરો ઝડપાયા.
UN મિશનઃ ૨૦૦૨માં કોસોવોમાં UN શાંતિ સ્થાપના મિશનમાં યુદ્ધ અપરાધ ગુનાઓની તપાસ.
- અમદાવાદ CP તરીકેઃ૩૧.૭.૨૦૨૩થી કાર્યભાર. ચંડોળા તળાવ આસપાસ ગુજરાતનું સૌથી મોટું દબાણ હટાવ અભિયાન - ૪,૦૦,૦૦૦ ચો.મીટર જમીન મુક્ત, ૧૦,૦૦૦થી વધુ ગેરકાયદે મકાનો દૂર કર્યા.
- ટેકનો સેવી પહેલઃ જનભાગીદારીથી શહેરમાં ૨૪,૦૦૦થી વધુ CCTV કેમેરા સ્થાપિત કરાવ્યા. ૩,૦૦૦થી વધુ કેમેરાનું લાઈવ ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં.
- પરિણામઃ Numbeo દ્વારા ૨૦૨૫માં અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું.
અન્યઃ ONGC બોમ્બે હાઈ અને ભારતીય રેલવેમાં પણ સેવા. મેરિટોરિયસ સર્વિસ અને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત. રમત-પ્રેમી - ઘોડેસવારી, ટેન્ટ પેગિંગ, શૂટિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ, ગોલ્ફમાં મેડલ વિજેતા
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
