<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

રાજયસભાના ભાજપના ઉમેદવારોની ઉમેદવારી

રાજુ શુકલા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્‍દ્ર કણજારિયા સાંસદ બનશે

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૯: રાજયસભાનાં ભાજપના ચારેય ઉમેદવારોએ આજે ઉમેદવારી કરી છે. ગુજરાત વિધાનસભામાં ભાજપ બહુમતીમાં (૧૬૧ ધારાસભ્‍યો) હોવાથી આ ચારેય બેઠકો પર ભાજપની જીત છે. પક્ષ દ્વારા આ ચાર નામોની જાહેરાત કરવામાં આવે છે. જેમાં (૧) રાજુભાઇ શુકલા (મહેસાણા/સુરેન્‍દ્રનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ) (ર) મુકેશભાઇ રાઠવા (છોટાઉદેપુરના આદિવાસી નેતા) (૩) માનસિંગ પરમાર (ગીર સોમનાથ-ભાજપ ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ) (૪) જીતેન્‍દ્રભાઇ કંજારીયા (દેવભૂમિ દ્વારકા-ઓબીસી નેતા) નો સમાવેશ થાય છે. કાલે ફોર્મ ચકાસણી થશે.

ઉમેદવારી પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્‍વકર્મા, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:22 PM IST)