હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 8th June 2026
અમદાવાદમાં વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર : રિક્ષામાં રૂ. 100, સ્કુલ વાનમાં રૂ.200નો કરાયો વધારો
સ્કુલ વાનના ભાડામાં એક કિમી સુધી 1200માં વધારો કરી 1400 કરાયા

અમદાવાદમાં વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે . સ્કુલ વર્ધી એસોસિએશને ભાડામાં વધારો કર્યો છે . સ્કુલ રિક્ષાના ભાડામાં 100 રૂ. અને સ્કુલ વાનના ભાડામાં 200 રૂ.નો વધારો. રિક્ષાના ભાડામાં એક કિમી સુધી 750 ના વધારીને 850 કરાયા છે.
સ્કુલ વાનના ભાડામાં એક કિમી સુધી 1200માં વધારો કરી 1400 કરાયા છે. CNG ના ભાવમાં વઘારો થતા સ્કુલ વર્ધી એસોસિએશને આ નિર્ણય લીધો છે, છેલ્લે ભાવ વધારો કરાયો ત્યારે CNG ના ભાવ 76 રૂપિયા હતા. CNGનો ભાવ 88 રૂપિયા થતા એસોસિએશને સ્કૂલ વર્ધી ભાડામાં પણ વધારો કર્યો હતો .
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
