News of Monday, 8th June 2026
પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે રાજ્યમાં અનેક સ્થળોએ છૂટાછવાયા વરસાદની શક્યતા: જાણો ક્યાં ડિસીઝ ક્યાં જિલ્લામાં મેઘરાજા મંડાશે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે

ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે કેટલાક ભાગોમાં મેઘાવી માહોલ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસું ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે હાલ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં ચોમાસું દસ્તક દે તેવી શક્યતાઓ છે. હાલ રાજ્યમાં ચાલી રહેલી પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે 8થી 14 જૂન દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 8 જૂન, 2026ના રોજ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના અમુક ભાગોમાં આગળ વધ્યું છે. હાલમાં ચોમાસાની ઉત્તરીય સીમા હરનાઈ, સોલાપુર, કલબુર્ગી અને ચેન્નાઈ પરથી પસાર થઈ રહી છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના બાકીના ભાગો સહિત છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.
હવામાન વિભાગ અનુસાર, આજે 8થી 10 જૂન 2026 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
11 જૂન 2026ના રોજ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
12 જૂન 2026ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
13 અને 14 જૂન 2026ના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં 11 જૂનથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે તેવી પ્રબળ શક્યતા છે. હાલ આ ક્ષેત્રમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ ભૌગોલિક સ્થિતિને કારણે આગામી દિવસોમાં પહાડી રાજ્યોના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
