<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન : 102 ગોલ્ડ સહિત કુલ 114 મેડલ જીતીને બન્યું ચેમ્પિયન

જાપાન 11 મેડલ સાથે બીજા ક્રમે, નેપાળ ૫૨ મેડલ સાથે ત્રીજા અને ઉઝબેકિસ્તાન 25 મેડલ સાથે ચોથા ક્રમે રહ્યુ

અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને વૈશ્વિક સ્તરે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. ભારતે સ્પર્ધામાં 102 ગોલ્ડ મેડલ સાથે કુલ 114 મેડલ જીતીને આખી ટૂર્નામેન્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં જાપાન 11 મેડલ સાથે બીજા ક્રમે, નેપાળ ૫૨ મેડલ સાથે ત્રીજા અને ઉઝબેકિસ્તાન 25 મેડલ સાથે ચોથા ક્રમે રહ્યું છે, જ્યારે આર્જેન્ટિનાની નબીલા બરાઝા આ ચેમ્પિયનશિપની સૌથી સફળ એથ્લીટ જાહેર થઈ છે. 

 આ ઐતિહાસિક પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા એકા અરીનામાં કરવામાં આવ્યું હતું.

આ ગ્લોબલ ઇવેન્ટમાં વિશ્વભરના અંદાજે 78 દેશોના 500 થી વધુ યોગવીરોએ ભાગ લીધો હતો

પશ્ચિમ બંગાળના અભય બર્મન સીનિયર પુરુષ કેટેગરીમાં ટ્રેડિશનલ યોગાસનમાં ભારતને સૌપ્રથમ ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો

પશ્ચિમ બંગાળની 20 વર્ષીય રીતુ મંડલ (રિતુ મોન્ડલ) એ સીનિયર મહિલા ટ્રેડિશનલ અને ટીમ ઇવેન્ટ એમ બે અલગ-અલગ કેટેગરીમાં ડબલ ગોલ્ડ મેડલ જીતવાની અદભુત સિદ્ધિ મેળવી હતી. 

ગુજરાતના ભુજની મોડેલ અને યોગા એથ્લીટ હીના રાજગોર ફોરવર્ડ બેન્ડ સ્પર્ધામાં (સીનિયર B મહિલા કેટેગરી) સુવર્ણ ચંદ્રક જીત્યો હતો

(8:31 PM IST)