News of Monday, 8th June 2026
નવસારીમાં પોલીસનું 'ઓપરેશન મ્યુલ હન્ટ': 91 કરોડથી વધુનું સાયબર ફ્રોડ ઝડપાયું: બે મુખ્ય સાગરીતોને રંગેહાથ દબોચી લીધા
પોલીસે એરુ વિસ્તારમાં આવેલા એક મકાન પર ઓચિંતી છાપેમારી કરીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો

નવસારી પોલીસે એરૂ ચાર રસ્તા પાસેના મારૂતિ પેલેસ એપાર્ટમેન્ટમાં દરોડા પાડીને 33 વર્ષીય લખવિંદર સિંહ અને 28 વર્ષીય આદિત્ય ઉર્ફે બંટી પટેલ નામના બે સાયબર ઠગોને ઝડપી લીધા છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર આ ગેંગના બેંક એકાઉન્ટ્સ વિરૂદ્ધ દેશભરમાંથી 110 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પોલીસે આરોપી લખવિંદર પાસેથી જુદા જુદા નામે બનેલા 4 નકલી ઓળખપત્રો (ઓળખ દસ્તાવેજો) અને 4 પાન કાર્ડ પણ જપ્ત કર્યા છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને આરોપીઓ સામાન્ય લોકોને કમિશનની લાલચ આપીને તેમના નામે ‘મ્યુલ બેંક એકાઉન્ટ્સ’ ખોલાવતા હતા. આ નકલી એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડના નાણાં મેળવ્યા બાદ, તેઓ તે રકમને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને વિદેશ મોકલી આપતા હતા. હાલ પોલીસ આ આંતરરાષ્ટ્રીય કૌભાંડના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
