<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ રાજ્યભરમાં મેગા ઓપરેશન : 609 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા: અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ અટકાયત

ધરપકડ કરાયેલમાં 161 પુરૂષો, 323 મહિલાઓ અને 125 બાળકો: સમગ્ર રાજ્યમાં હજુ પણ પોલીસ દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચાલુ

ગુજરાતભરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસે 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત ખૂબ મોટી કાર્યવાહી હાથ ધરી છે. 6 જૂનથી અત્યાર સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી કુલ 609 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 161 પુરૂષો, 323 મહિલાઓ અને 125 બાળકોનો સમાવેશ થાય છે.

  આ કાર્યવાહીમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાંથી 206, સુરત શહેરમાંથી 120, અમદાવાદ ગ્રામ્યમાંથી 64, ભરૂચમાંથી 61 અને ખેડામાંથી 22 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે, જ્યારે સમગ્ર રાજ્યમાં હજુ પણ પોલીસ દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

(9:40 PM IST)