તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
માવસરી પોલીસ મથકમાં દારૂ ઝડપાવાના કેસમાં મોટી કાર્યવાહી: પીઆઇની બદલી અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ
વાવ તાલુકાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયા બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા કાર્યવાહી

બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારના માવસરી પોલીસ સ્ટેશનમાં દારૂ ઝડપાવાના એક કેસમાં ગંભીર બેદરકારી સામે આવતા પોલીસ તંત્રએ આકરાં પગલાં લીધાં છે. જિલ્લા પોલીસ વડા (SP) ચિંતન તેરૈયા દ્વારા તાત્કાલિક અસરથી આદેશ જાહેર કરીને માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની બદલી કરી દેવામાં આવી છે, જ્યારે ફરજમાં બેદરકારી બદલ એક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
આ સમગ્ર સપાટો અને કડક શિસ્તભંગના પગલાંનો આદેશ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી વચ્ચે પણ માવસરી પોલીસ મથકની હદમાં સ્થાનિક પોલીસની નાક નીચેથી આટલો મોટો દારૂનો જથ્થો કેવી રીતે પકડાયો, તે બાબતને જિલ્લા પોલીસ વડાએ અત્યંત ગંભીરતાથી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસ કર્મચારીઓની મિલીભગત અથવા તો ફરજ પ્રત્યેની ઘોર શિથિલતા છતી થતાં જ એસપી ચિંતન તેરૈયાએ આ આકરો વહીવટી કોરડો વીંઝ્યો .
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
